વાંકાનેર કુવાડવાને જોડતો અને સિંધાવદર નજીક આવેલા આસોઈ નદી પરના પુલનો પુલ જર્જરિત હાલતમાં હતો. થોડા દિવસો અગાઉ આ પુલમાં આઠથી દસ સેમીનું મસમોટું ગાબડું પડ્યું હતું. જેનાથી પુલ ભારે વાહનો ચલાવવા જોખમી બન્યો હતો. ત્યારે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ નવો પુલ બનાવવા અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવામા આવી હતી. ત્યારે આ ધારાસભ્યએ કરેલ આ રજૂઆત રંગ લાવી છે.
જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતને ધ્યાને સિંધાવદર ગામ ખાતે આવેલ આસોઈ નદી ઉપર નવો પુલ બનાવવા માટે રૂ.13 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. જેથી ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે પુલ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની વધુ એક પ્રજાલક્ષી સમસ્યાની રજૂઆતને સફળતા મળતા લોકોમાં પણ આનંદ છવાયો છે.
