મોરબી: ડાયરેકટોરેટ ઓફ પ્રોસીક્યુશન ગુજરાત રાજ્ય તથા જીલ્લા સરકારી વકીલની કચેરી મોરબી દ્વારા બંધારણ દિવસ નિમિતે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
બંધારણ દિવસ નિમિતે આવતીકાલે તા.26 નવેમ્બરને બપોરે 2 કલાકે મોરબી બાર એસો હોલ, ડીસ્ટ્રીકટ કોર્ટ મોરબી ખાતે પરિસંવાદ યોજાશે. જેમાં પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ ડી.પી.મહીડા સાહેબ, જીલ્લા કલેકટર કે.બી.ઝવેરી, એસપી રાહુલ ત્રિપાઠી, ડીડીઓ જે.એસ.પ્રજાપતિ, મોરબી બાર એસો. પ્રમુખ ડી.આર.અગેચણીયા સહિતના ઉપસ્થિત રહેશે. તેમ જીલ્લા સરકારી વકીલ વી.સી.જાની, મદદનીશ સરકારી વકીલ એસ.સી.દવે અને મદદનીશ સરકારી વકીલ એન.ડી.કારીઆએ જણાવ્યું છે.
