હળવદના વતની રમીલાબેન કનૈયાલાલ રાઠોડને મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં યુનીર્વસ સોમ્યો જનરલ ઇન્સ્યુરન્સ સામે કેઇસ દાખલ કરતાં ગ્રાહક અદાલતે રૂ.2,50,000 અન્ય ખર્ચના પાંચ હજાર 6%ના વ્યાજ સાથે તારીખ 18/05/2023થી ચુકવવાનો આદેશ કરેલ છે.
હળવદના રહીશ કનૈયાલાલ શાંતીલાલ રાઠોડને કોરોના થતા તેમણે શેલબી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં કોવીડ મહામારીનું નિદાન થતાં અંદરના દર્દી તરીકે સારવાર લીધેલ તારીખ 24/04/2021નાં રોજ કોવીડ ને કારણે અવસાન થતાં તેના વીમા કવચની રકમ રૂ.2,50,000ની માંગણી કરતાં યુર્નિવર્સલ સોમ્યો જનરલ ઇન્સ્યુરન્સે એવુ કારણ આપેલ કે દર્દી 72 કલાક હોસ્પીટલમાં રહેલ નથી માટે તેને વીમો મળે નહી કોર્ટ વીમા કંપનીની કોઈ દલીલ માન્ય રાખેલ નહી કોર્ટ કહ્યુ કે તેને વીમો હતો અને કોવીડની બીમારીમાં મરણ પામેલ છે માટે તેને વીમો આપવો જરૂરી છે. તેમ કહી કોર્ટ દ્વારા રૂ.2,50,000 અને પાંચ હજાર અન્ય ખર્ચ ના 6 ટકાના વ્યાજ સાથે તારીખ 18/05/2023થી ચુકવવાનો આદેશ કરેલ છે.
