Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMaliya Miyanaહજનાળી પ્રાથમિક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

હજનાળી પ્રાથમિક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

મોરબી: ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના  હજનાળી ગામે શ્રી હજનાળી પ્રાથમિક શાળા ખાતે ગત તારીખ 22 નવેમ્બર 2024ને શુક્રવારના રોજ વ્યસન જાગૃતિ અર્થે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 8ના કુલ 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને વ્યસનની ગંભીર અસરો વિશે સમજણ આપી હતી. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે પરમાર જયશ્રી રામસીંગ , બીજા નંબરે મકવાણા સંજના જીતેશ  અને ત્રીજા નંબરે બાબરીયા સંતોષ મહેશભાઈ  વિજેતા રહ્યા હતા. કાર્યક્રમમાં વિજેતાને ઇનામ આપવામાં આવ્યા હતા. જ્યારે ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના મેડિકલ ઓફિસર ડૉ. હીરેન વાંસદડિયાના માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર જે.બી.બેચરા અને જે.એન.ચાઉ તથા CHO દર્શનાબેન પરમાર આરોગ્ય કર્મચારી જગદીશ પરમાર  અને અલ્પાબેન કરંગીયા  દ્વારા તમાકુના સેવનથી થતા નુકસાન અંગે તથા વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો તથા વ્યસનથી થતા ગેર ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અમિતભાઇ ખાંભરા તથા શાળાના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments