Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiકિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે 2 ડિસેમ્બર સુધી...

કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે 2 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

મોરબી: આઇ ખેડૂત પોર્ટલ પર કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે આવતીકાલે તારીખ 26 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે.

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર સરકાર દ્વારા www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત વર્ષ 2024-25 માટે કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર ઘટકો માટે અરજીઓ મેળવવાની થાય છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે આઇ ખેડૂત પોર્ટલ આવતીકાલે તારીખ 26/11/2024 થી 02/12/2024 માટે ખેડૂતોને ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments