મોરબીમાં વાણીજ્ય અને મેનેજમેન્ટ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણમા મૂઠેરી ઉચી નામના ધરાવતી મોરબીની પી.જી.પટેલ કોલેજના આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટનો આજે જન્મદિવસ છે. છેલ્લા 20 વર્ષોથી ડો.રવિન્દ્ર ભટ્ટ પી.જી.પટેલ કોલેજમાં આચાર્ય તરીકે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે ચરિત્ર ઘડતરના પાઠ ભણાવી રહ્યા છે. કોલેજના વિધાર્થીઓ પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવે અને સાથે સાથે એક આદર્શ અને જવાબદાર નાગરિક બને તે દિશામાં સતતપણે ઉમદા અને ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે. અને સાથોસાથ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ, સમસ્ત બ્રહ્મસમાજ શિક્ષણ સમિતિ, કોમનમેન ફાઉન્ડેશન શ્રી રામ યોગ કેન્દ્ર જેવી અનેકવિધ સેવાકીય સંસ્થાઓ અને સામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.જે સમગ્ર મોરબીના શૈક્ષણિક જગત માટે એક ગૌરવપ્રદ બાબત છે. આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના પરિવારજનો, કોલેજના સંચાલકો, કોલેજ સ્ટાફગણ, મિત્રવર્તુળ, સ્નેહીજનો, સગા-સબંધીઓ અને વિધાર્થીઓ દ્વારા તેમના મો.9898288777 પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, તેઓ અનેક સેવાકીય પ્રવૃતિઓમાં સક્રિય છે અને તેમાં પણ વિશેષતમ છેલ્લા 7 વર્ષોથી દિવાળીના પ્રકાશપર્વની ઉજવણી ક્ચ્છ ખાતે આવેલ ભારત-પાકિસ્તાન સરહદે તેનાત રહેલા ભારતીય સેના અને સીમા સુરક્ષા બળના જવાનોને દિવાળીના મહાપર્વ ના દિવસે જ 750 કિલોગ્રામથી વધુ શુદ્ધ ધીની મીઠાઈ અને નમકીન નું વિતરણ કરીને કરે છે જે આજના યુવાનો તેમજ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે.