મોરબી: શિયાળાની ઠંડી ધીમી ગતિએ શરૂ થય રહી છે. ત્યારે મોરબીમાં પણ ધીમે ધીમે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આવામાં જેઓ ઘર વિહોણા છે તેમની હાલત દયનિય બની જતી હોય છે. ત્યારે ઠંડીમાં રોડ-રસ્તા પર ઠુંઠવતા લોકોને હૂંફ આપવાના આશયથી મોરબી તાલુકા પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા અરૂણ કુમાર મિશ્રાએ મોરબી શહેરના મુખ્ય માર્ગો ઉપર અડધી રાત્રે ફૂટપાથ પર સુતેલા ગરીબોને ધાબળા ઓઢાડવામાં આવ્યા હતા.

પોલીસના માથે લોકોની સુરક્ષા કરવાની જવાબદારી રહેલી છે, માટે સામાન્ય રીતે લોકોને પોલીસના આકરા સ્વભાવનો અનુભવ થતો હોય છે. ત્યારે ઠંડીનો અહેસાસ કરતા અને ઠૂઠવાતા રોડ પર સુતેલાઓને ગરમ ધાબળા ઓઢાડી પોલીસ ફરજની સાથે અરૂણ કુમાર મિશ્રાને માનવતા પણ મહેકાવી છે. તેમજ પોલીસના દિલમાં પણ દયા ભાવનાનો ભાવ હોય છે તેની પ્રતીતિ કરાવી છે. તેઓએ મોરબી પોલીસનુ ગૌરવ વધારી ફરજની સાથે સેવાભાવી તરીકે તેવો સતત પ્રયત્નશીલ હોય તેવા દ્રશ્યો શહેરના મુખ્ય માર્ગો ઉપર તેમની સેવાકીય પ્રવૃતિઓ થકી દેખાયા હતા
