મોરબીના રહેવાસી ગ્રાહકે નાસિકની કંપની વિરુદ્ધ ગ્રાહક અદાલતમાં કેસ કરતા ગ્રાહક અદાલતે નાસિકની કંપનીને રૂ.33.16 લાખની રકમ માસિક છ ટકા વ્યાજ અને ખર્ચના 10 હજાર સાથે ચુકવવા આદેશ કર્યો છે.
મોરબીના અશ્વિનભાઈ એન અઘારાએ કંપની મારૂતિનંદન માટે નાસિકની કંપની ડીન મેક્સ મશીનરી વાળા પાસેથી રૂ.33,16,980નું ખરીદી કરેલ વોરંટી પીરીયડમાં મશીન ખામી આવતા અશ્વિનભાઈએ સામેની પાર્ટીને રજૂઆત કરી હતી પરંતુ નાસિકની પાર્ટીએ જવાબ આપ્યો નહિ અને અશ્વિનભાઈને ધંધામા ખોટ આવી હતી જેથી ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. કોર્ટમાં કેસ ચાલી જતા નાસિકની કંપની ગ્રાહક પ્રત્યેની બેદરકારી અને સેવામાં ખામી બદલ ગ્રાહક કોર્ટે નાસિક કંપનીને આદેશ કર્યો છે કે, અશ્વિનભાઈને રૂ.33,16,980 તા.17/02/23થી છ ટકાના વ્યાજ સાથે તેમજ ખર્ચના રૂ.10,000 સાથે ચુકવે તેવો આદેશ આપ્યો છે.
