ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ નાઓએ આ કામના ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી એકાતમાં બોલાવી ફરીયાદી સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધી ફરીયાદીની મરજી વિરૂધ્ધ જાતીય પ્રવેશ હુમલો કરી બનાવની જાણ કોઈને નહી કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આ કામના અન્ય આરોપીઓએ બનાવ જાણવા હોવા છતાં આરોપી નં.૧ ને સમર્થન આપી ફરીયાદી સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી ગુન્હામાં મદદગારી કરી ગુન્હો કર્યા હોવાની ફરિયાદના આધારે ટંકારા પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ-૩૭૬,૩૨૩,૫૦૬(૨), ૧૧૪ મુજબનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરેલ હતી.
આરોપીએ મોરબીના યુવા એડવોકેટ જીતેનભાઈ અગેચાણીયા તથા રવી ચાવડા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી. આરોપી તરફે ધારદાર કાયદાકીય દલીલ કરેલ હતી. બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. ગુજરાત હાઈકોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ હતો. આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત યુવા એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા, સાવન ડી.મોધરીયા, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા, રોકાયેલા હતા.
