મોરબીના લાલપર ગામ નજીક યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યુ હતું. હાલ પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામ નજીક બેચરભાઈ દુર્લભજીભાઈ પ્રજાપતિ નામના 35 વર્ષિય યુવાને પોતાના ઘરે કોઈ પણ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસે મૃત્યું નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.