મોરબી: દશનામ ગોસ્વામી સમાજ ગુજરાતના થળી મઠની ગાદી હક્કના વિવાદ અંગે દેવ દરબારના મહંતએ દશનામ ગોસ્વામી સમાજ વિરુદ્ધમાં અભદ્ર ભાષામાં બોલીને અપમાન કરતો વિડીયો વાયરલ થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.
ત્યારે દેવ દરબાર મહંત વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે દશનામ ગોસ્વામી સમાજ આવતીકાલે બુધવારે સાંજે 4 કલાકે મોરબી જિલ્લા કલેકટરને આવેદન આપશે. આ વેળાએ મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ અને સનાતન દશનામ ગોસ્વામી મહામંડળના આગેવાનો અને સમાજના લોકો જોડાશે તેમ યાદીમાં જણાવાયું છે.