મોરબી શહેરમાં રોડ, રસ્તા અને ઉભરાતી ગટર સહિતની અનેક સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આજે બંધારણ દિવસ નિમિતે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માંગ કરી છે.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બંધારણની વાત કરીએ તો મોરબીના તમામ લોકો સમાન ટેક્સ ચુકવે છે. જે મોરબી રાજાશાહી સમયે પેરિસ ગણવામાં આવતું હતું. એ જ મોરબીને આજે ઉકરડાના ઢગલા જેવું કરી નાખ્યું છે આ સત્તાધીશો અને તંત્રએ, ત્યારે વિપક્ષ તરીકે તંત્રને એક અપીલ કરીએ છીએ કે, આજે 75માં બંધારણ દિવસ નિમિત્તે અમારી એક લાગણી અને માંગણી છે કે, મોરબી નગરપાલિકાને મહાનગર પાલિકાનો જે લોલીપોપ ભારતીય જનતા પાર્ટીએ આપેલ છે. તે તાત્કાલિક ધોરણે અમલી કરવામાં આવે નહિતર આ તંત્રે એકપણ રસ્તા, ઉકરડા, ગટર, લોકોને પાણી મળી શકે નહિ તેવી પરિસ્થિત કરી મુકી છે.
