
મોરબી: તાજેતરમાં મુંબઈ ખાતે નરશી મોનજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સ દ્વારા ટેકફેસ્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સ્પીકર તરીકે મોરબીની સૌપ્રથમ સી.બી.એસ.ઈ. સ્કુલ ઓસેમ સી.બી.એસ.ઈ.ના પ્રિન્સિપાલ દીપા શર્માને ગેસ્ટ સ્પીકર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓએ હોલીસ્ટીક લર્નિંગ, શિક્ષણમાં નવપ્રવર્તન, નેતૃત્વ કળાનો વિકાસ ઉપરાંત વૈશ્વિક અર્થતંત્રની માંગ સંતોષવા ભારતના યુવાનો માં રહેલુ સામર્થ્ય સહીતના વિષયો પર વ્યાખ્યાન આપ્યુ હતુ. તે ઉપરાંત ઓસેમ સ્કુલના વિદ્યાર્થીઓએ પણ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો.

મુંબઈની પ્રતિષ્ઠીત એન.એમ. કોલેજ દ્વારા મોરબીની શાળાના પ્રિન્સિપાલને વ્યાખ્યાન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે બાબત સમગ્ર મોરબીના શિક્ષણ જગત માટે ગૌરવ સમાન છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતર માટે હરહંમેશ કટીબધ્ધ મોરબીની ઓસેમ સી.બી.એસ.ઈ. સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને સુવર્ણ તક આપવામાં આવી હતી. સ્કુલના વિદ્યાર્થીઓ પણ આ ઈવેન્ટમાં જોડાયા હતા તેઓએ વિવિધ વ્યાખ્યાતાઓ સાથે સંવાદ કરી વિવિધ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ. શાળાના પ્રિન્સિપાલ તથા વિદ્યાર્થીઓને મુંબઈની શ્રેષ્ઠ કોલેજમાં મળેલ તક બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ તથા સુર્યરાજસિંહ જેઠવાએ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી છે.
