રાજકોટ કોર્પોરેટ ઓફીસના માર્ગદર્શન હેઠળ મોરબી પીજીવીસીએલ સર્કલ ઓફીસ દ્વારા ત્રણ દિવસીય ઇન્ટર સર્કલ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024-25નું આયોજન કરવામાં આવ્યું છે.
પીજીવીસીએલ મોરબી સર્કલ ઓફીસ દ્વારા તા.30 નવેમ્બરથી 2 ડીસેમ્બર સુધી નાની વાવડી સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ઇન્ટર સર્કલ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે જેમાં તારીખ 30ના રોજ સવારે 7:30 કલાકે ઓપનીંગ સેરેમની અને તારીખ 2 ડીસેમ્બરના સવારે 11:30 કલાકે કલોઝિંગ સેરેમની યોજાશે