મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાયેલ પોહીબીશન ગુન્હામાં છેલ્લા દસ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.
મોરબી સીટી એ ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ એચ.એ.જાડેજા નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હતી. જે મુજબ પો.હેડકોન્સ એ.પી.જાડેજા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા પો.કોન્સ હિતેષભાઇ ચાવડાને મળેલ બાતમી આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન કલમ હેઠળ નોંધાયેલ ગુન્હાનો આરોપી પ્રભુદયાલ રોચીરામ ગંગવાની (રહે. કૃષ્ણમંદીર રોડ સુભાષ ચોક રાતાનાડા જોધપુર (રાજસ્થાન)વાળાને મોરબીના નવલખી ફાટક પાસેથી ઝડપી લીધો હતો. આરોપી મોરબી તાલુકા પોલીસ મથકે પ્રોહીબીશન કલમ હેઠળ નોંધાયેલ ગુન્હામાં છેલ્લા દસ માસથી નાસતો ફરતો હતો. ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
