Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiસરાયા ગામે ભરતગુંથણના કારીગરોના પુનરુત્થાન માટે ત્રિદિવસીય ઉદ્યોગસાહસિતા વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો

સરાયા ગામે ભરતગુંથણના કારીગરોના પુનરુત્થાન માટે ત્રિદિવસીય ઉદ્યોગસાહસિતા વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (EDII) અને દેવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્ર્મે અમલીકૃત તેમજ SIDBI  (સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા) ના સપોર્ટથી મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સરાયા  ગામે સ્વાવલંબન આર્ટિસન ક્લસ્ટર રીવાઈવલ આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ગ્રામીણ સાહસિકતા ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે એક સંકલિત મોડલ અમલ કરવા ત્રણ દિવસીય EDTP (ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ)નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ દરમિયાન EDII ના સ્ટાફ દ્વારા કારીગરો માટે ઈકો- સિસ્ટમ, ઉઘોગસાહસિક સાહસોના પ્રકાર B2B,B2C,B2G, મહત્વકાંક્ષી  ઉઘોગસાહસિકો માટે માર્કેટીંગના 7P (Product,Price,Place,Promotion, People, Physical Evidence  and Process) ની સમજ આપી હતી, ઉઘોગસાહસિક બનવામાં રહેલી વિવિધ તકો તેમને પડતી મુશ્કેલીઓ તેમજ માર્કેટમાં શું જરૂરીયાતો છે તે વિશે ઊંડાણપુર્વક જાણકારી આપવામાં આવી હતી. સાથે-સાથે સફળ ઉઘોગસાહસિકના ગુણો અને લક્ષણો તેમજ આર્ટીસન કાર્ડ અને કમિશનરશ્રી, કુટીર અને ગ્રામોઘોગ વિભાગ દ્વારા અમલીકૃત વ્યવસાયલક્ષી યોજનાની માહિતિ આપવામાં આવી હતી, માસ્ટર ટ્રેનરો દ્વારા સફળ ઉઘોગસાહસિક બનવા માટે શું લાક્ષણિકતા હોવી જોઈએ તેના વિશે રીંગ ટોસ અને બ્લોક બિલ્ડીંગ જેવી ગેમ રમાડીને ઉધોગ ચાલુ કરવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે માહિતગાર કર્યા હતા. આ EDTP (ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્ર્મ) માં સરાયા ગામના  30 કારીગર બહેનો જોડાયા હતા,  આ તાલીમ દરમિયાન EDII, RSETI, માંથી આવેલ ફેકલ્ટીએ હાજરી આપી કારીગર બહેનોને માહિતગાર કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments