મોરબીના ઉદ્યોગપતિ અને ભામાશા એવા ગોવિંદભાઈ વરમોરા (સન હાર્ટ ગ્રુપ-મોરબી)ના પુત્રના લગ્ન પ્રસંગે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. સાણંદ ખાતે યોજાયેલ તેઓએ લગ્નપ્રસંગમાં હાજરી આપી પ્રભુતામાં પગલાં પાડનાર નવયુગલોને સુખી દામ્પત્ય જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આ શુભ પ્રસંગે મોરબી-માળિયના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ભોજન લઇ ચર્ચાઓ કરી હતી.
