ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓના એવા સંતાનો જેમણે રમત-ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે તેવા રમતવીરો હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજ્ય અને દેશનું નામ રોશન કરે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રમતવીરોને સ્પોર્ટ્સ કીટ તેમજ કોચિંગ ખર્ચ પેટે સેન્ટ્રલ વેલફેેર ફંડમાંથી સ્કોલરશીપના ચેક વિતરિત કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું અને સુવર્ણ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

