મોરબી વાંકાનેર હાઈવે પર આદિત્ય હોટલની સામે ટ્રકના ચાલકે રાહદારીને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના નીંચી માંડલ ગામની સીમમાં ઇટાલસ સીરમિકમાં રહેતા શિવરામસિંધ દેવીસિંધએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો ભાઈ જુગેન્દ્રસિંધ તથા કૌટુબીકભાઈ રવિસિંધ બંને ઘરવખરીનો સામાન લેવા માટે જતા હોય દરમિયાન મોરબી વાંકાનેર હાઈવે પર આદિત્ય હોટલની સામેની બાજુમાં જુગેન્દ્રસીધ રોડ ક્રોસ કરતા હોય દરમિયાન એક ટ્રક નં.GJ જીજે ટીએન ૫૨ કયું ૮૯૬૯ ના ડ્રાઈવરે પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવી જુગેન્દ્રસિંધને પાછળથી ઠોકર મારી દેતા તેને ગંભીર ઈજા પહોચતા જુગેન્દ્રસીધનું મૃત્યુ નીપજ્યું હતું તો ટ્રક ચાલક ટ્રક લઈને નાશી ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે.