
મો૨બી જિલ્લા પંચાયતના સીડીએસ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો ભુલકા મેળો ભડિયાદ ખાતે આવેલા તથાગત બુદ્ધ હોલ ખાતે યોજાયો હતો. આ ભુલકા મેળામાં જુદા જુદા ઘટકના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અલગ અલગ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ઘટકના બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી સીડીપીઓ-1 મયુરીબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, પાપા પગલી યોજના અંતર્ગત આજે મોરબી જિલ્લા કક્ષાનો ભુલકા મેળો યોજાયો હતો. આ ભુલકા મેળામાં મોરબી જિલ્લાના તમામ ઘટકમાં આવેલી આંગણવાડીના બાળકો અને બહેનો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી છે. પોષણ ભી પઢાઈ ભી યોજના અંતર્ગત બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને શિક્ષણ મળે તે અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 63 જેટલા બાળકોએ પોતાની કૃતિ રજૂ કરી છે. સાથે જ પ્રિ સ્કૂલ ઈન્સ્ટ્રક્ટર દ્વારા પણ કૃતિઓ રજૂ કરવામાં આવી છે. ભાગ લેનાર તમામને ઈનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
