મોરબી: પ્રવીણભાઈ ધીરજલાલ કારિયા (ઘોધુભાઈ) દ્વારા બોડાસર પ્રાથમિક શાળા, રણછોડગર પાસે ડો. હસ્તીબેન મહેતાના 146માં એકદિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સ્કૂલના સમગ્ર બાળકોનું વજન કરી, ચેક અપ કરવામાં આવ્યું હતું અને જરૂરિયાત મુજબ ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. આ સાથે ડો .સુરેશભાઈ કાલરીયા- આંખના ડોકટર દ્વારા તમામ બાળકોની તપાસ કરવામાં આવી હતી. આ સાથે બાળકોના પરિવાર તેમજ સ્ટાફનું પણ ચેક અપ કરવામાં આવ્યું હતું. જયસુખભાઈ ભાલોડિયા દ્વારા સાંધા, વા, ગોઠણ તેમજ વિવિધ દર્દના દર્દીઓને પોઈન્ટ દ્વારા સારવાર આપવામાં આવી હતી.કેમ્પને સફળ બનાવવા માટે આચાર્ય જનક ભટ્ટ, ગોપાણીભાઈ તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. કેમ્પ સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ, જીગર ભટ્ટે, કોઠારી ભાઈએ સેવા આપી હતી.
