મોરબીના જેતપર રોડ ઉપર ‘L’ ગ્રુપથી ઓળખાતા ફેક્ટરી લેવીટા ગ્રેનાઇટો તથા લોરીયાન્સ સિરામિકમાં EPFD દ્વારા હાલ ચાલતું કેમ્પેઈન નીધી આપકે નીકટ 2.0 તથા ESIC દ્વારા ચાલતા ‘સુવિધા સમાગમ’ એવરનેસ દ્વારા સંયુક્તમાં મજુર કામદારોને મળતા લાભો અને સુવિધા બાબતે જાગૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં દર મહિને 27 તારીખે ભારત સરકાર દ્વારા મજૂરોની જાગૃતિ માટે રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં EPFO તરફથી ઇરમબેન શેખ (E.D.) તથા ESIC તરફથી સચીનભાઈ જાની, મિતેષભાઈ પરમાર તથા મજૂર કાયદાના સલાહકાર પંકજભાઈ ઓરીયા દ્વારા સંપૂર્ણ કાર્યક્રમનું સંચાનલન કરેલ હતું. તેમજ કારખાનાના માલિક જયેશભાઈ રંગપરિયા આયોજન ગોઠવેલ હતું
