મોરબીના લાલપર ગામ નજીક ઇશાન સીરામીક ઝોન સી વિંગ શ્રી રામ ફાઇનાન્સ ઓફિસમાં હોય તે દરમ્યાન અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે રીષભનગરમા રહેતા ગીરીરાજસિંહ લખુભા ઝાલા (ઉ.વ.38) નામનો યુવક લાલપર ગામ નજીક ઇશાન સીરામીક ઝોન સી વિંગ શ્રી રામ ફાઇનાન્સ ઓફિસમાં હોય તે દરમ્યાન અચાનક છાતીમાં દુઃખાવો થતા સારવારમાં ખસેડતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
