મોરબી: “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા આગામી તારીખ 3 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય (વિકલાંગ) દિવ્યાંગ દિવસ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા “દિવ્યાંગને હું શું શું મદ્દદ કરીશ” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વક્તૃત્વ સ્પર્ધાના વિષય છે “દિવ્યાંગો ને હું શું શું મદ્દદ કરીશ” આ વક્તૃત્વ સ્પર્ધામાં કેટેગરી -મુજબ સમય મર્યાદા માં વિડીયો બનાવી ભાગ લઇ શકાશે. જેમકે કેટેગરી:-1 ધો:-1, 2, 3, 4 મહત્તમ એક થી દોઢ મીનીટ ની સમય મર્યાદા, કેટેગરી-2 ધો:-.5, 6, 7, 8 માટે મહત્તમ બે મીનીટ સમય મર્યાદા, કેટેગરી-3 ધો:-9, 10, 11, 12 માટે મહત્તમ બે થી અઢી મિનીટ સમય મર્યાદા, કેટેગરી-4 (કોલેજ સ્ટુડન્ટ, શિક્ષકમિત્રો તથા વાલીઓ માટે મહત્તમ ત્રણ મીનીટ સમય મર્યાદા રાખવામા આવી છે. વિડીઓ બનાવી આગામી તા.3 /12/ 2024 સાંજે 6 વાગ્યા સુધીમાં મો. 98249 12230, 97279 86386 પર મોકલી આપવા દિપેનભાઈ ભટ્ટની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.