મોરબીના વાવડી રોડ ઉપર ધર્મનગર સોસાયટીમાં રહેતા પારસ પ્રવીણભાઈ સુરાણીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી જગદીશભાઈ વ્યાસ, રૂપેશભાઈ જગદીશભાઈ વ્યાસ, અમિત જગદીશભાઈ વ્યાસ, કાજલબેન અમિતભાઇ વ્યાસ અને જગદીશના રાજકોટ રહેતા જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે,અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદી પારસ, સાહેદ પંકજભાઈ, મનીષાબેન તેમજ હેતલબેન સાથે મારામારી કરી ફરિયાદીના બાવડે છરીનો છરકો કરી દીધો હતો.
સામાપક્ષે જગદીશભાઈ પ્રહલાદભાઈ વ્યાસ ઉ.63 નામના વૃદ્ધએ આરોપી હેતલબેન પંકજભાઈ સુરાણી, પંકજભાઈ પ્રવીણભાઈ સુરાણી અને પારસભાઈ પ્રવીણભાઈ સુરાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે જુના ઝઘડામાં આરોપી હેતલબેને કાજલબેનને ગાળો આપી ઝપાઝપી કરી અન્ય આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી જગદીશભાઈને લાકડાના ધોકા વડે માર મારી મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.