મોરબી: મહીસાગર જિલ્લા કલેકટરે અનુ.જાતિના યુવાન સાથે અપમાનજનક રીતે વાત કરી હોવા મામલે મોરબી બી ડિવિઝન પોલીસ સમક્ષ અનુ.જાતિના આગેવાનોએ રજુઆત કરી ફરિયાદ નોંધવાની માંગ કરી હતી.
અનિલભાઈ મોહનભાઈ ચાવડાએ રજુઆતમાં જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો આવેલો હતો. જેમાં મહીસાગર કલેક્ટર નેહા કુમારી દુબે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પોતાના હોદ્દાની રૂએ હાજર હતા. ત્યારે ત્યાં પોતાની રજુઆત લઈને આવેલા પરમાર વિજયકુમાર ગલાભાઈ નામના દલિત યુવાનને અભદ્ર ભાષાપ્રયોગ કરીને બધાની વચ્ચે તેને હડધૂત કર્યો હતો. તેની સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ છે.
