
મોરબી રવાપર ચોકડી પાસે આવેલા ઉમા હોલ ખાતે આજે તારીખ 27 નવેમ્બરના રોજ નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ મોરબી જિલ્લાનું સ્નેહ મિલન સમારોહ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્નેહમિલન સમારોહમાં બહોળી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા. તેમજ નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળના સભ્યો દ્વારા 70 વર્ષ પુરા થયેલા હોય તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ ના સભ્યો ના સંતાનો એ ઉચ્ચ પદવી પ્રાપ્ત કરેલ હોય તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહ પુર્ણ થયે તમામ સભ્યો એ સાથે સ્વરુચિ ભોજન લીધું હતું.
