મોરબીના રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે ડાંગર પરિવાર દ્વારા આવતીકાલે 28 નવેમ્બરના રોજ ધક્કાવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં થાભલી રોપણ, ભુવાના સામૈયા, ડાકલાની રમઝટ,મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા જાહેર જનતાને સ્વ.લખુભાઈ રામસુખભાઈ ડાંગર, બાબુભાઇ લખુભાઈ ડાંગર, સાગરભાઈ બાબુભાઇ ડાંગર, મયુરભાઈ બાબુભાઇ ડાંગર સહિત ડાંગર પરિવાર તરફથી અનુરોધ કરવમાં આવ્યો છે.
