ટંકારા તાલુકાના નેકનામ ગામે છેલ્લા ઘણા દિવસોથી ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે આ ચોરીની ઘટનાઓ મામલે અનેક વખત ટંકારા પોલીસને રજૂઆત અને ફરિયાદો કરવામાં આવી છે તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી ન કરતા અને જોડીની ઘટનાઓ ચાલુ રહેતા ભાજપના આગેવાનો રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી છે.
ભાજપના આગેવાનો અરવિંદ મુંદડિયા, અરજણભાઈ હરણીયા અને ભાઈલાલભાઈ ભોરણીયાએ ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆતમાં જણાવ્યું છે કે, નેક નામ ગમે ગત એપ્રિલ મહિનાથી લઈને હાલ નવેમ્બર મહિના સુધીમાં અને ચોરીની ઘટનાઓ બની છે જેમાં વિવિધ લોકોના ઘરમાં મંદિરમાં ખેતરમાં ચોર દ્વારા ચોરી કરવામાં આવી છે આ મામલે ટંકારા પોલીસને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. જો કે નીચલા સ્તરે અનેક રજૂઆત કરવા છતાં નિરાકરણ આવ્યું નથી. નેકનામમાં plની પોસ્ટ હોવા છત્તા કોઈ હાજર રહેતું નથી ક્વાર્ટર, સ્ટેશન ખલી જ હોય છે. જેથી ભાજપના આગેવાનો દ્વારા ગૃહ મંત્રીને ધ્યાન દોરવામાં આવ્યું છે અને પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે.