Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiભારતીય વિચાર મંચ મોરબી દ્વારા પ્રબુદ્ધજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા પ્રબુદ્ધજનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

મોરબી: आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધ પ્રકારના કાર્યક્રમો માટે જાણીતા સંગઠન ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા રાષ્ટ્રનિર્માણમાં પ્રબુદ્ધજનોની ભૂમિકા વિષય પર એક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ (Joint General Secretary) ડો કૃષ્ણ ગોપાલજીએ ઉપસ્થિત રહી વિષયની પ્રસ્તાવના મુકી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો.જયંતિભાઈ ભાડેસિઆ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીમાંથી પસંદ કરેલા વિવિધ ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને શાળા કોલેજના સંચાલકો તથા પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ડો કૃષ્ણ ગોપાલજીએ ઉપભોગતાવાદના સમયમાં આર્થિક ઉપાર્જનની સાથે સમાજ ઉપયોગી કે રાષ્ટ્ર ઉપયોગી કાર્યો કઈ રીતે કરવા, અહં નહીં વયંનો ભાવ તથા કુટુંબ પ્રબોધન, ભારતીય સંસ્કાર પરંપરા સહિતના મુદાઓ પર હ્રદયસ્પર્શી તેમજ રસપૂર્ણ શૈલીમાં સંવાદ પ્રસ્થાપિત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય વિચાર મંચના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments