હળવદ અને માળિયા તાલુકાના 10 થી વધુ ગામોને છેલ્લા ચાર દિવસથી હરપાલ સાગર બ્રાહ્મણી ડેમ 2 માંથી છોડવામાં આવતું પાણી કેનાલ મારફત બંધ થઈ જતા શિયાળુ પાક જેવા કે ઘઉં, લસણ, રાય સહિતના પાકો નિષ્ફળ જાય તેવી ભિતી સર્જાય છે ત્યારે નવા ધનાળા નજીક ખેડૂતો દ્વારા રામધૂન બોલાવી તંત્ર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે જ ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે પાણી જોવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
જેને લઈને તાત્કાલિક ધોરણે માળિયા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા આજે બ્રાહ્મણી ડેમ 2 ખાતે અધિકારીઓ સાથે ચર્ચા કરી 15 હાજર ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી સૂચના આપવામાં આવી વધુમાં ધારાસભ્ય જણાવ્યું હતું કે સાત દિવસમાં ખેડૂતોને પાણી મળી જશે અને ખેડૂતોની તમામ મુશ્કેલી દૂર થશે જ્યારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા , તાલુકા પ્રમુખ મનસુખ ગોરીયા , પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના નેતાઓ તેમજ જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
