મોરબીની પંચાસર ચોકડી નજીકથી જાહેરમાં ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય એક ઇસમ સ્થળ પરથી નાસી છુટતા પોલીસે ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
મોરબીની પંચાસર ચોકડી નજીકથી જાહેરમાં ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 2 (કિંમત રૂ.600) ના મુદ્દામાલ સાથે આરોપી તંજીર ઉર્ફે તનવીર યુનુશભાઈ ચાનીયા (રહે. લાતી પ્લોટ શેરી નં.12 મોરબી)વાળાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક શખ્સ સાજીદ મહેબુબભાઈ સુમરા (રહે.પંચાસર રોડના નાકા પાસે જોન્સનગર મોરબી)વાળો સ્થળ પરથી નાસી છુટતા પોલીસે આરોપીનું વિદેશી દારૂનું વેચાણ કરવા રાખેલ સ્પેલેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ36-K-0295 (કિંમત રૂ.50,000) વાળુ કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.