મોરબી શહેરમા ભકિતનગર સર્કલ રાજેશપાર્ક જીવનજયોતિ હાઇટસમાં ફલેટમા થયેલ ચોરી કરનાર આરોપીને મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો છે.
મળતી વિગતો મુજબ મોરબી ભક્તિનગર સર્કલ નજીક રાજેશપાર્ક જીવનજયોતિ હાઇટસ બ્લોક નં -502માં રહેતા લક્ષ્મણભાઈ દેવકરણભાઈ વડસોલાના ફ્લેટમાં ગત તા.- 20/11/2024ના રોજ કોઈ અજણ્યો ચોર પોતાના ફ્લેટનો દરવાજાનો લોક ખોલી સોનાના દાગીના સોનાના કિમત રૂ.9,10 લાખના મુદ્દામાલની ચોરી કરી હોવાની મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. જેથી પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા અને પાડોશીએ આ ચોરીને અંજામ આપ્યો હોવાની બાતમી મળી હતી. જેથી પાડોશમાં રહેતા મીલનભાઇ લાલજીભાઇ ફેફરની પોલીસે પુછપરછ કરતા તેણે ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. અને ચોરી કરેલ માલ દાગીના તેની શનાળા રોડ ઉપર આવેલ શુભ પ્લાયવુડ નામની દુકાનમાં રાખેલાનુ જણાવતા તેમની દુકાનેથી ચોરીમા ગયેલ તમામ સોનાના દાગીના કિ.રૂ.9,10 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપી મીલનભાઇ લાલજીભાઇ ફેફર (રહે.મોરબી ભકિતનગર સર્કલ રાજેશપાર્કે જીવનજયોત હાઇટસ બ્લોકનં.501)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

