મોરબી તાલુકાના બેલા ગામ નજીક જાહેરમાં જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં પોલો સિરામિક પાસે બાવળની કાંટમા જાહેર તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો અમીતભાઇ ગગજીભાઇ ગોહેલ (રહે.વીશીપરા કુલીનગર-૦1 મોરબી), વિજયભાઇ બાબુભાઇ કુરીયા (રહે. રોટરીનગર સેવા સદન પાછળ મોરબીવાળાને રોકડ રકમ રૂ.510 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.