Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiખેડૂતો માટે પ્રાકૃતિક ફુગનાશક દવા બનાવવાની માર્ગદર્શિકા બહાર પડાઈ

ખેડૂતો માટે પ્રાકૃતિક ફુગનાશક દવા બનાવવાની માર્ગદર્શિકા બહાર પડાઈ

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે અને લોકોના આરોગ્યની જાળવણી થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આજે આ લેખ સિરીઝમાં આપણે પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરાયેલા ફુગનાશકો અને દવાઓ વિશે જાણકારી મેળવીશું..

ખાટી છાશનું મિશ્રણ બનાવવાની રીત : ૭- ૧૦ દિવસ જૂની ૧૦ લીટર ખાટી છાશ લો. આ છાશને ૨૦૦ લીટર પાણીમાં ઓગાળીને તેનો પાકમાં છંટકાવ કરી શકાય છે. ખાટી છાશ એ કુદરતી ફૂગનાશક છે. તે પાકમાં રહેલા વિષાણુ અને ફૂગનો નાશ કરે છે અને છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

બીજામૃત બનાવવાની રીત : ૫ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૫ કિગ્રા દેશી ગાયનું છાણ, ૫૦ ગામ ચૂનો, ૧ મુઠ્ઠી વૃક્ષ નીચેની માટી- આ તમામ મિશ્રણને ૨૦ લીટર જેટલા પાણીમાં વ્યવસ્થિત રીતે ઓગાળી દો. ત્યારબાદ આ મિશ્રણને ૨૪ કલાક સુધી રાખી મૂક્યા બાદ ૧૦૦ કિગ્રા જેટલું બિયારણ કરતી વખતે પટમાં આપવું જોઈએ.

સુંઠાસ્ત્ર બનાવવાની રીત : ૨૦૦ ગ્રામ સૂંઠનો પાવડર અથવા તો વાવડીંગ પાવડરને ૨ લીટર પાણીમાં અડધો ભાગ રહે તેટલું ઉકાળી લો. આ પ્રવાહી ઠંડુ પડયા બાદ ૨ લીટર દૂધને ધીમા તાપે ઉકાળો. મલાઈ કાઢ્યા બાદ ૨૦૦ લીટર પાણીમાં આ ઉકાળો અને દૂધ વ્યવસ્થિત રીતે ઓગાળી દો. આ મિશ્રણને ૨ કલાક રાખી મૂક્યા બાદ તેનો ઉપયોગ કરી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments