મોરબી: બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આં વર્ષે પણ સરસ્વતી સન્માન સમારોહ અને સ્નેહમિલન તેમજ ભવ્ય સાસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
બગથળાનાં તમામ મોરબીમાં વસતા ભાઈઓને જણાવાયુ છે કે, આપના સંતાનનાં માર્કસીટની કોપી દર વખતનાં જે કલેક્શન સેન્ટર છે તેમા તારીખ 10 ડિસેમ્બર સુધીમાં પહોંચાડી આપે. બગથળાનું ગ્રુપ એક વિશિષ્ટ પ્રકારનું ગ્રુપ છે. કારણકે આ ગ્રુપમા દરેક જ્ઞાતિનાં સભ્યો છે. જેમને સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લેવાનો હોય તેમણે 1 ડિસેમ્બર સુધીમા નામ લખાવી દેવા સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ધરતીબેન બરાસરા મો.9825941704નો સંપર્ક કરવા જણાવાયુ છે.