મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધના ઘરમાં રેડ કરી એસઓજી ટીમે પોસડોડાના જથ્થા સાથે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે
મોરબી એસઓજી ટીમ નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશના ભાગરૂપે પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના બસ સ્ટેન્ડ પાછળની શેરી, નવાડેલા રોડ મોરબી ખાતે રહેતા ઇસમના મકાનમાં પોસ ડોડાનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની એસઓજીના કિશોરદાન ગઢવી, મદારસિંહ મોરીને બાતમી મળતા એસઓજીની ટીમે રેડ કરી હતી. જ્યાં આરોપીના મકાનમાંથી પોસડોડા જથ્થો વજન ૩ કિલો ૧૯૫ ગ્રામ કીમત રૂ ૯૫૮૫ અને લોખંડ વજનકાંટો અને તોલા નંગ ૦૩ કીમત રૂ ૫૦૦ સહીત કુલ રૂ ૧૦,૦૮૫ નો મુદામાલ જપ્ત કરી આરોપી જુમા કરીમ ચૌહાણ (ઉ.વ.૭૫) વાળાને ઝડપી લઈને સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
