મોરબી: સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ બોર્ડ આપવામાં આવેલ છે,જે અંતર્ગત શિક્ષકોની તાલીમમાં ૨૧ મી સદીના ડિજિટલ યુગમાં જીવી રહેલા માનવીને ઇન્ટરનેટની સગવડે અનેક પ્રકારના ડિજિટલ સાધનો એ માણસની જિંદગી અનેક પ્રકારે બદલી નાખી છે. છતાંય ટેકનોલોજી એક બેધારી તલવાર છે.જો એનો વિવેક પૂર્ણ દક્ષતાપૂર્વક એનો ઉપયોગ કરતા ન આવડે તો તે ક્યારેક અનર્થ સર્જતો હોય છે. પરિણામે સમાજમાં આપણે જોઈએ છીએ કે સાયબર ક્રાઇમના બનાવો સતત વધી રહ્યા છે, એવું નથી કે ફક્ત અશિક્ષિત લોકો જ આનો શિકાર બની રહ્યા છે, ભણેલા ગણેલા પણ લાલચ ડર કે આળસના કારણે સાયબર ફ્રોડનો ભોગ બનતા હોય છે.

જે અંતર્ગત સમાજમાં જાગૃતિ આવે તે માટે સાયબર ક્રાઈમ વિભાગ તરફથી એએસઆઈ રજનીકાંતભાઈ કૈલા, કોન્સ્ટેબલ પરાક્રમસિંહ જાડેજા કોન્સ્ટેબલ આકૃતિબેન પીઠવા સહીતની ટીમ દ્વારા શિક્ષકોમાં તથા તેમના વિદ્યાર્થીઓમાં આ પ્રકારની જાગૃતિ આવે તે માટે કૈલા દ્વારા ડિજિટલ અરેસ્ટ, સાઇબર બુલિંગ, ફાઇનાન્સિયલ ફ્રોડ,ઈમેલ સ્પૂફિંગ, વેબસાઇટ, વોટસએપ વિડીયો કોલ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક દ્વારા ચાલાકી પૂર્ણ રીતે છેતરપિંડી કરીને કઈ રીતે સાયબર ગઠિયાઓ વ્યક્તિને છેતરીને તેને સામાજિક કે આર્થિક નુકસાન પહોંચાડે છે તેની સમાજમાં બની રહેલી ઘટનાઓના ઉલ્લેખ દ્વારા વિશદ છણાવટ કરી હતી.આ તકે બીઆરસી ચિરાગભાઈ આદ્રોજા, સીઆરસી કો-ઓર્ડીનેટર ચેતનભાઇ જાકાસણીયા, ઉમેશભાઈ પટેલ દ્વારા સાઇબર વિભાગનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.
