મોરબી જિલ્લા કક્ષાની કલેકટરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં પદાધિકારીઓએ પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યા હતા અને ખાસ ટંકારા પડધરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાએ વિકાસલક્ષી મુદા ઉઠાવ્યા હતા.

સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાએ રસ્તા, પાણી, મચ્છુ કેનાલની સફાઈ સહિતના પ્રજા લક્ષી પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં તેમણે ટંકારા-પડધરીમાં જ્યાં પાણી પ્રશ્ન હોય તે પ્રશ્ન ઉકેલવા અને રસ્તાના મંજુર થયેલા કામો ઝડપથી કરવા જે તે સંબંધિત વિભાગોને સૂચના આપી હતી અને ખાસ કરીને મચ્છુ-2 કેનાલની દલવાડી સર્કલ સુધી નહેરની સફાઈ કરીને ત્યાંજ કચરાના ઉપર ખડકલા કરી દેવામાં આવ્યા છે. જેથી પ્રદુષણનો ગંભીર પ્રશ્ન ઉઠતો હોય એની તાકીદે સફાઈ કરવી અને મિતાણા સંપથી બેડી સંપ હેઠળ આવતા ગામોને પાણી પૂરું પાડવા પાણી પુરવઠા અધિકારીઓને સૂચના આપી હતી.
