હળવદ તાલુકાના માનસર ગામે જિલ્લાની સૌપ્રથમ અત્યધુનિક આંગણવાડી કેન્દ્ર એલ. એસ. ગોહિલ ફાઉન્ડેશન દ્વારા રૂ. 20. લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનો લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. જેમાં મુખ્ય અતિથિ તરીકે જે. એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી, મોરબી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે માનસર ગામના વતની અને અગ્રણી ઉદ્યોગપતિ એવા ગટોરભાઈ ગોહિલ, મેનેજિંગ ડિરેક્ટર, એલ. એસ. ગોહિલ ફાઉન્ડેશન,એમ. કે. સિંધવ, તાલુકા વિકાસ અધિકારી, હળવદ,સંદીપ પટેલ, જિલ્લા આંકડા અધિકારી અમૃતલાલ સંઘાણી, આંકડા મદદનીશ પ્રાથમિક શાળાના આચાર્ય,સરપંચ તેમજ ગ્રામ વિકાસ સમિતિના સભ્યો અને આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે એલ. એસ. ગોહિલ ફાઉન્ડેશન દ્વારા માનસર ગામે રૂ. પાંચ કરોડ કરતાં વધુના ખર્ચે પાણીની વિતરણ વ્યવસ્થા, સિવેજ લાઇન્સ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્વિપિંગ મશીન, સીસીટીવી કેમેરા સહિતની અદ્યતન સુવિધાઓથી ગામને સજ્જ કરવામાં આવ્યું છે. આ તમામ વ્યવસ્થા હાલમાં ગ્રામ પંચાયતના વડપણ હેઠળ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે જે હળવદ તાલુકાનુ સૌપ્રથમ અત્યધુનિક સુવિધા ઉપલબ્ધ હોય તેવું ગામ છે.