ગેરકાયદેસર રીતે ખોદકામ કરી મોરમ કાઢવામાં આવી રહી હતી : વાહનો તાલુકા પોલીસને સોપાયા
મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગે બેલા નજીક દરોડો પાડી મોરમની ચોરી માટે વપરાતા એક એક્સકેવેટર મશીન અને ત્રણ ડમ્પર પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી ભુસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેર દ્વારા જિલ્લામાં ખનીજચોરી બાબતની ફરિયાદ અન્વયે આકસ્મિક તપાસ કરવા અંગેની સૂચના આપતાં કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા બેલા ખાતે ખોખરા હનુમાન મંદિર રોડ પાસે આકસ્મિક રેડ કરવામાં આવેલ હતી. જેમાં એક હ્યુન્ડાઈ એક્સકેવેટર મશીન મોડેલ EX200LC સુપર સીરીયલ નંબર SP20-28669ને હાર્ડ મોરમ ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ પકડેલ હતું. અને સ્થળે હાર્ડ મોરમ ખનીજ ભરવા હેતુથી આવેલ ત્રણ ડમ્પર अनुङमे (1) GJ-36-V-7008 (2) GJ-15-AT-1319 ane (3) GJ-36-V-5325 ને પકડી સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે મૂકાવી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરેલ છે.

