વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતથી સમથેરવા ગામથી સ્ટેટ હાઇવે ને જોડતા 4/00 કિ. મી. રૂ/80.88 લાખનાં ખર્ચે જે ડામર રોડનું (રિસર્ફેસ) કામ મંજૂર થયેલ છે. તેનું આજ રોજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તે પ્રસંગે ગ્રામજનો દ્વારા ધારાસભ્યનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

જે પ્રસંગે સમથેરવા સરપંચ વિજયભાઈ બચુભાઈ, તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ કાંજીયા, અજયભાઈ વિંઝવાડીયા, પ્રભુભાઈ વિંઝવાડીયા, માવુભા ઝાલા, અશ્ચિનભાઈ મેઘાણી, હેમુભાઈ ધરજીયા, સરપંચ અલુભાઈ ઉંડેચા, જુગાભાઈ ઝાલા, ભરતભાઈ કાંકરેચા, અવચરભાઈ શંભુભાઈ, ચંદ્રેશભાઈ કાંજીયા, પથુભાઈ દેલવાડીયા, મનાભાઈ નંદાસણીયા, મુનાભાઈ દુધરેજીયા, મનસુખભાઈ સેટાણીણા, જીતુભાઈ પટેલ, હકાભાઈ ધરજીયા, હકાભાઈ મુંધવા, ભરતભાઈ પટેલ,તેમજ બહોળી સંખ્યામાં સૌ આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


