વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હંમેશા પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે તત્પર રહેતા હોય છે. અને લોકોના પ્રશ્નો સાંભળી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી નિરાકરણ લાવવા સતત પ્રયત્નશીલ રહે છે.
ત્યારે આજે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ વાંકાનેર તાલુકાનાં વરડુસર ગામની મુલાકાત લીધી હતી. તેમજ ધારાસભ્ય સોમાણીએ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. અને પ્રશ્નોનાં નિરાકરણ માટે જે તે વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ માટેની ખાત્રી આપી હતી.

