મોરબી: ગોધરાકાંડ ઘટના પર આધારિત “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ હાલ ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે મોરબી નામાંકિત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા દ્વારા “ધ સાબરમતી રિપોર્ટ” શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્લબ 36 સિનેમા ખાતે 3 સ્ક્રીન બુક કરાવી નવયુગમાં જોબ કરતા 360 જેટલા સ્ટાફે “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ નિહાળી હતી. ત્યારે સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ જણાવ્યું હતું કે, નવયુગ સ્ટાફ માત્ર સ્ટાફ નથી મારો પરિવાર છે. નવયુગ હંમેશા પરિવારની જેમ જ રહે છે. દરેક સારા નરસા પ્રસંગમાં સાથે જ હોય છે. તેમજ દરેક રાષ્ટ્રહિત માટેના કાર્ય કરતું રહે છે.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબ જણાવ્યુ હતું કે, આજે “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મના સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવ્યુ તેમ અગાઉ પણ કાશ્મીર ફાઈલ, કેરેલા સ્ટોરી ફિલ્મ તેમજ યુવાનો માટે પ્રેરણાદાયક થ્રી ઇડિયટ ફિલ્મ, બાળકો માટે તારે જમી પે હોઈ દરેક જોવાલાયક ફિલ્મના સ્પેશિયલ શોનું અવાર-નવાર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા કરવામાં આવતું રહ્યું છે. નવયુગ હંમેશા પ્રથમ જ હોય છે આજના આ મુવી શો માં નવયુગના તમામ સ્ટાફ પ્રિન્સિપાલથી પ્યુન અને રસોયા સિક્યુરિટી, ડ્રાંઇવર ભાઈઓ વગેરે તમામ સ્ટાફ સહર્ષ જોડાયા હતા. આજના આયોજન કરવા બદલ તમામ મિત્રો સંસ્થાના પ્રમુખનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
