મોરબી : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ, વર્તુળ કચેરી, મોરબીના યજમાનપદ હેઠળ આંતર વર્તુળ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આજ રોજ તારીખ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી મોરબીના નાની વાવડીના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં આજે ટુર્નામેન્ટના પ્રથમ દિવસે કૂલ ત્રણ મેચ યોજાઈ હતી.

ટુર્નામેન્ટના પ્રથમ દિવસે પ્રથમ મેચ જૂનાગઢ વર્તુળ કચેરી અને અમરેલી વર્તુળ કચેરી વચ્ચે યોજાઈ હતી. જેમાં જૂનાગઢ વર્તુળ કચેરીની ટીમે 103 રન બનાવ્યા હતા જેને ચેઝ કરી અમરેલી વર્તુળ કચેરી દ્વારા 104નો સ્કોર કરી વિજેતા બની હતી. દ્વિતીય મેચ પોરબંદર વર્તુળ કચેરી અને મોરબી વર્તુળ કચેરી વચ્ચે યોજાઈ હતી. જેમાં પોરબંદર વર્તુળ કચેરી દ્વારા 64 રનનો સ્કોર બનાવ્યો હતો. જેને ચેઝ કરીને મોરબી વર્તુળ કચેરી દ્વારા 68 રનનાં સ્કોર સાથે વિજય બની હતી. ત્રીજી મેચ અંજાર વર્તુળ કચેરી અને ભાવનગર વર્તુળ કચેરી વચ્ચે યોજાઈ હતી. જે અંતર્ગત ભાવનગર વર્તુળ કચેરી દ્વારા 100 રનનો સ્કોર બનાવેલ જે અંજાર વર્તુળ કચેરી દ્વારા ચેઝ કરી 101 રન કરી વિજય બનેલ હતી.

ત્રણ મેચમાં એસ.એન.ચૌધરી, અમરેલી વર્તુળ કચેરી, એન.પી.જોશી, મોરબી વર્તુળ કચેરી અને નિમીક્ષાબેન ખરાડીને બેસ્ટ પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર અધિક્ષક ઈજનેર મોરબી વર્તુળ કચેરીનાં ઘાડિયા સાહેબનાં વરદ હસ્તે આપી ખેલાડીઓની પ્રતિભાને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. તેમજ રનર્સઅપ ટીમોનું સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. તેમજ 1 ડિસેમ્બરના રોજ પ્રથમ મેચ ભુજ અને રાજકોટ વર્તુળ કચેરી વચ્ચે યોજાશે, દ્વિતીય મેચ અંજાર અને અમરેલી વર્તુળ કચેરી વચ્ચે યોજાશે. અને ત્રીજો મેચમાં પ્રથમ મેચનાં વિજયી ટીમ સાથે મોરબી વર્તુળ કચેરી વચ્ચે યોજાશે.

