મોરબી તાલુકાના જેતપર ગામની સીમમાં પાવડીયારી નજીક આવેલ પેન્ટાગોન કારખાનાના લેબર કવાટર્સમાં રહેતા કવિતાબેન રાજકુમાર આદિવાસી ઉ.40 નામના પરિણીતાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં મૃતકના ચાર વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે.