Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiવાંકાનેરની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાળસંસદ યોજાઈ

વાંકાનેરની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાળસંસદ યોજાઈ

વાંકાનેરની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાળસંસદની રચના કરવામાં આવી. જેમાં ભણતરની સાથે બાળકોમાં લોકશાહીના મૂલ્યો, દેશદાઝ જાગે તે હેતુથી અને બાળકો સ્કૂલના નીતિ નિયમો અને શાળા વ્યવસ્થાપન અને વિકાસ તથા સુધારણામાં ભાગીદાર બને એ હેતુથી શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું

આ બાળ સંસદમાં જાહેરનામા, ફોર્મ ભરવાની પ્રક્રિયા અને પ્રચાર પ્રક્રિયા કાર્યક્રમ તથા તારીખ 30ને શનિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વિજેતા થનાર બાળકોને અલગ-અલગ સમિતિ જેવી કે, શિક્ષણસમિતિ, રામહાટ સમિતિ, પાણી સમિતિ, મધ્યાહન ભોજન સમિતિ, વ્યવસ્થાપન સમિતિ, સફાઈસમિતિ તથા પુસ્તકાલય સમિતિના મંત્રીની વિશેષ કામગીરી કરશે.

આ કાર્યક્રમમાં સાચી ચૂંટણીની જેમ જ બાળકોની ફોટોયાદી અને કક્કાવારી યાદી તથા મોબાઈલ વોટીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારના શિક્ષકો હિરેનભાઈ, ધર્મેશભાઈ, હેતલબેન તથા આચાર્ય અનિમેષભાઈએ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન સામાજિક વિજ્ઞાનના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવતે કર્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક હેતલબેન તરફથી બાળકોને પફનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments