હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાંથી સ્થાનિક પોલીસે મસ મોટું જુગારધામ ઝડપી લેવામા સફળતા મેળવી છે. પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂપિયા 7,09,130 જપ્ત કરી સાત જુગારીઓને ઝડપી લાધા છે. આ દરોડામાં એક જુગારી ફરાર થઈ ગયો હતો.
હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં અરવિંદભાઈ ભગવાનભાઈ પટેલની વાડીએ જુગારધામ ચાલતું હોવાની બાદમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી આરોપી સુરેશભાઈ જયંતીભાઈ પટેલ (રહે. અવનીપાર્ક મોરબી), હસમુખભાઈ વલમજીભાઈ પટેલ (રહે.ઉમિયાપાર્ક હળવદ), જગમાલભાઈ રેવાભાઇ ભરવાડ (રહે. જેતપર મોરબી), અશ્વિનભાઈ રામજીભાઈ પટેલ (રહે. ગોકુલનગર મોરબી), જગદીશભાઈ ફુલજીભાઈ પટેલ (રહે. અવનીપાર્ક મોરબી), સતિષભાઈ ધનજીભાઈ પટેલ, (રહે. અવનીપાર્ક મોરબી), મહેશભાઈ રણછોડભાઈ પટેલ (રહે. રણજીતગઢ હળવદ)વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા જુગારના પટમાંથી રોકડા રૂપિયા 7,09,130 કબજે કર્યા હતા. દરોડા દરમિયાન વાડી માલિક અરવિંદભાઈ ભગવાનજીભાઈ હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવવામાં આવ્યા હતા.
