મોરબી – હળવદ હાઈવે ઉપર હોટલમાં જમીને માવો લેવા રોડની સામે સાઈડ જવા માટે રોડ ઉપર ઉભેલા આધેડને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે રહેતા અને હાલમાં ઉંચી માંડલ નજીક આવેલ હેર કટિંગ સલૂનમાં નોકરી કરી ત્યાં જ રહેતા ભગવતીપ્રસાદ મખિયાવા ગત તા.25ના રોજ રાત્રીના હોટલમાં જમીને બાદમાં પાન માવો લેવા માટે રોડની સામેની સાઈડના જવા માટે રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મૃતકના પુત્ર રાજદીપભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.