મોરબીના નાની વાવડી ગામેથી પલ્સર બાઇક કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લય ગયો હોવાની મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી છે
મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં રહેતા વિજયગીરી આંનદગીરી ગૌસ્વામીની માલિકીનું રૂપિયા 70 હજારની કિંમતનું પલ્સર બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.